પરિચય

ભાવનગર બ્લડ બેંક સંચાલિત આર. વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ થેલેસેમિયા જાગૃતિ ,સંભાળ અને સલાહ કેન્દ્ર

 • આર. વી. શાહ થેલેસેમિયા સેન્ટર દ્વારા થેલેસેમિક બાળકોને નિયમિત રીતે લોહી પૂરું પાડી લોહી ચડાવવા સુધીની સુવિધા વિના મુલ્યે કરવામાં આવે છે
 • થેલેસેમિક બાળકો માટે અંદાજીત ડર મહીને 400 બોટલ રક્તની જરૂરિયાત રહે છે
 • થેલેસેમિયા સેન્ટર દ્વારા વાલી તથા બાળકોને જરૂરી માર્ગદર્શન તથા સલાહ પણ વિના મુલ્યે આપવામાં આવે છે
 • અન્ય પીડીયાટ્રીક ડોક્ટર ની પેનલ બનાવી થેલેસેમિક બાળકોની નિયમિત તપાસ રાહત દરે બહાર ,તેમજ સેન્ટરમાં વિના મુલ્યે કરવામાં આવે છે
 • થેલેસેમિયા સેન્ટરમાં બાળકોના મનોરંજન માટે ફિલ્મો ,ટી.વી ની સગવડ છે.
 • સેન્ટરમાં એક સાથે દસ બાળકોને રક્ત ચડાવી શકાય તે માટે વિશાળ રૂમ ની વ્યવસ્થા પણ રાખેલ છે.રક્ત ચડાવતી વખતે બાળકોને નાસ્તો તથા વાલીને ચા - કોફીની વ્યવસ્થા રાખી છે
 • જરૂરી દવા વિના મુલ્યે આપવામાં આવે છે
 • થેલેસેમિક દર્દી માટે નિદાન ,સાવચેતીના પગલા ,નિવારણ ,દર્દ ઓછું કરવાના ઉપાયો ,પેઢી દર પેઢી આ દર્દને ફેલાતું અટકાવવું ,ઓડીઓ -વિસ્યુઅલ સાધનો તથા જોઈતા રક્તનું કોઈપણ શુલ્ક આ સેન્ટર પરથી લેવામાં આવતું નથી
 • આર. વી. શાહ થેલેસેમિયા અવેરનેસ ,કાઉન્સીલીંગ અને કેર સેન્ટર નું મિશન :
  • "જીનેટિક બ્લડ ડિસઓર્ડેર" હોય તેવા દર્દીઓની જીંદગીમાં "ક્વોલીટી" સુધાર લાવવો
  • "મેડિકલ પ્રોફેસન" ને જનતાને "થેલેસેમિયા કેરીયર સ્ટેટ" દર્દીને સતત રીતે પ્રચાર અને પ્રસાર દ્વારા જાગૃત કરવા
  • સમાજના જુદા જુદા વર્ગના લોકોના /વિદ્યાર્થીઓના સમુદાય માટે વિવિધ જન જાગૃતિ અભિયાન તથા થેલેસેમિયા સેન્ટર ની મુલાકાતોનું આયોજન કરવું
 • આર. વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ
  થેલેસેમિયા અવેરનેસ ,કાઉન્સેલિંગ એન્ડ કેર સેન્ટર
  (સેન્ટર ફોર એક્ષ્લન્સ)